The Silent Voice
The Silent Voice by Agatha Christie | Thriller & Suspense Novel of Agatha Christie now available in Gujarati.રહસ્યમય ઘટનાના મૂકસાક્ષી સાથે પોઇરો કેસ ઉકેલી શકશે? જ્યારે એમિલી અરન્ડલ દાદરા પરથી ગબડી પડ્યાં ત્યારે બધાંએ કહ્યું કે તેમના કૂતરા બૉબે જે બૉલ દાદરા પર છોડેલો તેના પર લપસવાથી આ જીવલેણ અકસ્માત થયો. પરંતુ મિસ અરન્ડલે જેમ આના વિષે વધુ વિચાર કર્યો એમ તેઓ વધુ ને વધુ માનવા લાગ્યાં કે તેમના પરિવારમાંથી જ કોઈ એમની હત્યા કરવા માંગતું હતું. તેમણે 17મી એપ્રિલે હર્ક્યુલ પોઇરોને પત્ર લખીને પોતાની શંકા વિષે જણાવ્યું પણ હર્ક્યુલ પોઇરોને આ પત્ર રહસ્યમય રીતે 28મી જૂનના રોજ મળ્યો. ત્યાં સુધીમાં તો મિસ અરન્ડલનું અવસાન થઈ ચૂક્યું હતું.હર્ક્યુલ પોઇરો આ પત્રથી પ્રેરાઈને મૃત્યુ પામેલી વ્યક્તિના અવસાનની તપાસ કરવાનું નક્કી કરે છે. શું હર્ક્યુલ પોઇરો આ મૃત્યુ પાછળનું રહસ્ય ખુલ્લું કરી શકશે. |