We The People Of India


We The People Of India

Rs 360.00


Product Code: 15305
Author: Daulatbhai Nayak
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Number of Pages: 224
Binding: Soft
ISBN: 9788193031001

Quantity

we ship worldwide including United States

We The People Of India By Daulatbhai Nayak

વી, ધી પીપલ ઑફ ઇન્ડિયા લેખક દૌલતભાઈ નાયક

‘વી, ધી પીપલ ઑફ યુનાઇટેડ સ્ટેટ્સ’નો નારો ૧૭૮૭ના સપ્ટેમ્બરની ૭મી તારીખે અમેરિકી સંઘરાજ્યના શરૂના તેર જેટલાં રાજ્યોની ધરતી પર ગુંજ્યો હતો. એ જ રીતે ‘વી, ધી પીપલ ઑફ ઇન્ડિયા’ ( અમે ભારતના લોકો)નો એવો જ નારો ૧૯૪૯ના નવેમ્બરની ૬ઠ્ઠી તારીખે ભારતની ધરતી પરથી પણ ઊઠ્યો હતો.

બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત બન્યા બાદ ભારતના લોકોએ જ પોતાનું હાલનું બંધારણ ઘડ્યું અને ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મી તારીખથી તેને અમલી બનાવ્યું હતું.
દેશના સુચારુ રીતના શાસન માટે એમાં જણાવ્યા પ્રમાણે પુખ્ત વયના સાર્વત્રિક મતાધિકારને ધોરણે દેશમાં ૧૯૫૧થી નિયમિત રીતે ચૂંટણી થતી રહી છે. એમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓથી રાજ્યો તેમજ કેન્દ્ર માટેનાં વિધાનમંડળો રચાયા છે. એના જ ભાગ તરીકે વહીવટીતંત્રો કાર્યરત બનેલાં છે. ન્યાયની અદાલતો પણ એમાંથી જ અસ્તિત્વમાં આવી છે.
બંધારણમાંથી મળેલી સત્તાને આધારે જ સંસદ તેમ જ ધારાસભાઓએ લોકોના બાહ્ય જીવનવ્યવહારોના નિયમન માટે હજારો કાયદાઓ બનાવ્યા છે. લોકોના અધિકારો અને ફરજો એમાંથી જ નિશ્ચિત બન્યા છે. 
શાસનના આ ત્રણે અંગોની રચના, સત્તા, તથા ફરજો બંધારણીય કાયદાના નિયમો પ્રમાણે જ નિશ્ચિત થયેલાં છે. એ રીતે બંધારણીય કાયદો દેશના તમામ કાયદાઓનો પણ કાયદો છે. દેશનો એ બુનિયાદી કાયદો છે. લોકોના પાયાના અધિકારો પણ એમાં જ નિશ્ચિત થયેલા છે.
બંધારણીય કાયદામાં એવી મુખ્ય બાબતો ઉપરાંત રાષ્ટ્ર અને રાજ્યોની ભૌગોલિક સીમાઓ,તેમાં વસેલા લોકોનું સ્ટેટસ, તેમ જ બંધારણને સુધારવાની પ્રક્રિયા જેવી આનુષંગીક બાબતોનો પણ સમાવેશ થતો હોય છે.
બંધારણીય કાયદો લોકોના સામાન્ય જીવનવ્યવહારોને સીધી રીતે સ્પર્શતો નથી. તેમ છતાં બંધારાણ પ્રમાણેની તમામ વ્યવસ્થાના કેન્દ્રમાં સામાન્ય લોકો જ છે. આ કૉમનમૅને જ પોતાને માટેનું આ બંધારણ બનાવ્યું છે. એ અંગેની સામાન્ય જાણકારી તથા સામાન્ય સમજ બંધારણના આ કરોડો ઘડવૈયાઓ માટે જરૂરી છે. બંધારણીય ભાવના એમાંથી જ પ્રગટે છે. બંધારણીય કાયદો કાયદાનાં પુસ્તકોમાં જ નહીં, પરંતુ લોકોના શરીરમાં પણ લોહી સ્વરૂપે વહેવો જોઇએ.


There have been no reviews