Aathamto Ajvas
Aathamto Ajvas by Ankit Desai | A Gujarati novel that revealing the feeling connected with the ultimate truth of life.આથમતો અજવાસ - લેખક : અંકિત દેસાઈ(અંધકારને અવગણી અજવાળાનો ઓચ્છવ મનાવતી ખુમારીની કથા)મૃત્યુના દરવાજે પણ જિંદગીના પરોઢની અનુભૂતિ કરનારાને સૂર્યાસ્તના રંગોને પણ મેઘધનુષ્ય બનાવી દેવાની શક્તિ પડેલી છે. ભલે તબીબો કહે કે હવે સમય નથી, પ્રબળ જિજિવિષા ધરાવનારા માટે પણ ‘મોત’ને પણ સમય કાઢવો મુશ્કેલ બની રહે છે. તેણે સજાવેલા ઇન્દ્રધનુષને માણી શકે તેવો ‘સમય’ મૃત્યુ પણ આપી શકે છે. ‘આપણા શ્વાસ નહીં હોય ત્યારે આપણે કોઇકના શ્વાસનું નિમિત્ત બનીએ...’ – જેવી મર્મવેધક સંવેદના ‘મોત’ને પણ શરમાવી દે છે. મૃત્યુબાદ પણ પોતાની હયાતીના હસ્તાક્ષર આ પૃથ્વી પર છોડી જવાની ખ્વાઇશ ધરાવતા મક્કમ મનોબળની કથા જે ‘મોત’ માટે વ્યથા બની જાય. જિંદગી જીવવાની જડીબુટ્ટી ‘મોત’ની પ્રસાદી રૂપે પીરસ્યાની અનુભૂતિ ‘આથમતો અજવાસ’માં અક્ષરસ્વરૂપે પથરાયેલો છે. આવો, આવી એક સંવેદનશીલ કૃતિના વાચક બનીએ. |