Akhand Anand Ni Rangoli
Akhand Anand Ni Rangoli by Chandrakant Sheth | Gujarati book about how to keep your self happy any any sitution.અખંડ આનંદ ની રંગોળી - લેખક : ચંદ્રકાંત શેઠજીવનને સાર્થક કરતો આનંદનો અર્કપ્રસિદ્ધ હાસ્યકાર માર્ક ટ્વેઇને ખૂબ જ સરસ વાત કહી છેઃ કોઈ વ્યક્તિ પોતાની સંમતિ વગર આનંદ મેળવી શકતી નથી કે ઉદાસ થઈ શકતી નથી. આપણું જીવન કદાચ ખંડિત હોય તેમ છતાં એ ખંડિતપણામાંથી પણ અખંડિતતાનો સ્વર પ્રગટાવવો હોય તો જીવનમાં દશે દિશાઓમાંથી મળી રહેતા આનંદને અખંડ રાખવાનું કામ આપણું છે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી’નો ધ્વન્યાર્થ છેઃ ‘ઘટ ઘટમાં આનંદ!’ તનનો તંબૂરો અને મનનાં મંજીરા વ્યક્તિને ચૈતન્યરસથી સભર કરી દે ત્યારે, વ્યક્તિ માટે દરેક પળ પ્રાર્થનાનો પર્યાય અને દરેક સ્થળ તીર્થરૂપ બની જાય છે. જીવનને હરતુંફરતું રુગ્ણાલય બનાવવું છે કે શિવાલય, એ મનુષ્યના હાથની વાત છે. આ પુસ્તકનો દરેક નિબંધ આનંદના પ્રવાહને નિર્બંધપણે વહેતો કરી, વાચકને એમાં વિચારસ્નાન કરતો કરી દે છે. પ્રસન્નતાના પમરાટથી મહેકતું માનવજીવન એટલે જ અખંડ આનંદની રંગોળી!
|