Padkar Ne Padkaro
Padkar Ne Padkaro by Manhar Oza પડકારને પડકારો - લેખક : મનહર ઓઝા પડકારને પડકારવાનું દરેકને ગમતું હોય છે. દરેક વ્યક્તિને એમ થતું હોય છે, કે હું પણ ચેલેન્જ ઉપાડું. કેમ કે દરેક વ્યક્તિને ચેલેન્જ ઉપાડવી ગમતી હોય છે. જો કે ચેલેન્જને કેવી રીતે ઉપાડવી અને લક્ષ્ય સુધી. કેવી રીતે પહોંચવું, તેની ખબર બધાંને હોતી નથી. ચેલેન્જ માટે મનને તૈયાર કરવું પડે છે. મન પાસેથી કામ લેવાની આવડત જેની પાસે હશે, તે ગમેતેવા પડકારોને પડકારી શકશે, તેની સામે બાથ ભીડી શકશે અને તેને હંફાવી શકશે. . આ પુસ્તકમાં લેખકે માણસમાં રહેલી કેટલીક ઉણપોની વાત કરી છે. કોઇ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી પણ વ્યક્તિ ધારે તો તે પૂર્ણતા તરફ જઇ શકે છે. મનને કેવી રીતે જીતવું, સારી ટેવોનું મહત્ત્વ, જડતા, સમયની કિંમત, આત્મવિશ્વાસ, ડરનો સામનો, બુદ્ધિશક્તિ-સર્જનશક્તિ, અવરોધ, માન્યતાઓ, પૂર્વગ્રહ, મુસીબતો, ટીકાઓ, ઉછેર વગેરે અનેક વિષયો આ પુસ્તકમાં આવરી લેવાયા છે. લેખકે તેની છણાવટ દાખલા-દલીલો સાથે કરી છે. કોઇપણ ક્ષેત્રમાં સફળ થવા માંગતી વ્યક્તિઓ માટે પથદર્શક બને તેવું આ પુસ્તક દરેકે વાંચવું જોઇએ.
|