Chalo Mansa Baniye
Chalo Manas Baniye by Sonal Modi ચાલો માણસ બનીએ - લેખક : સોનલ મોદી ગરીબી એક અભિશાપ છે. ભારત દેશમાં તો ખાસ! આ દેશમાં જયાં મોટાભાગની વસ્તીને ખાવા-પીવાનો સાંસાં હોય, ત્યાં દવાના ખર્ચ તો ક્યાંથી કાઢે?. તેથી આપણી જનરલ હોસ્પિટલોનાં કેટલાંય દર્દીઓ પૂરી સારવાર કરાવ્યા વગર જ ઘરભેગા થઈને ઈશ્વરને આધીન થઈ જાય છે.જો કે છેલ્લાં કેટલાક સમયથી માણસ માત્રમાં ભગવાનને જોવાવાળાઓની અને હોસ્પિટલને પણ તીર્થ સમજનારાની સંખ્યામાં વધારો થયો છે. કેટલાક દાતાઓ ભાવના હોવા છતાં સમયને અભાવે જાતે સેવા આપી શકતા નથી.આવા સંવેદનશીલ દાનવીરોએ આપેલ નાણાનો વિવેકસર, પારદર્શીય ઉપયોગ કરનાર સંસ્થા એટલે 'દર્દીઓનું રાહતફંડ', છેલ્લા પચાસ વર્ષથી ધર્મ કે કોમના ભેદભાવ વગર માત્ર માનવતાના નાતે આ સંસ્થા દર્દીઓના ઘા રીઝવે છે. સોનલ મોદીની અત્યંત સરળ તથા પ્રવાહી શૈલીએ લખાયેલ આ પુરતક વાંચીને તમને જરૂર થશે, કે ચાલો.., જીવવા માટે નહીં, કોઈને જીવાડવા માટે જીવીએ..ચાલો.માણસ બનીએ |