Saugat Ek Bija Nu - Kajal Oza Vaidya


Saugat Ek Bija Nu - Kajal Oza Vaidya

Rs 400.00


Product Code: 18358
Author: Kajal Oza-Vaidya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 144
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Saugat Ek Bija Nu by Kajal Oza Vaidya | Gujarati Book | Kajal Oza Vaidya Articles book.

સૌગાત એક બીજા નું - લેખક : કાજલ ઓઝા વૈદ્ય 

આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ આપવા આપણને મળતા રહે છે. સુખ આપીશું તો એને પાછું લેવા માટે મળવું પડશે... દુઃખ આપીશું તો એ આપણને પાછું આપવા માટે આવશે. આમ જોવા જઈએ તો વિશ્વની આ રચના કેટલી અદ્‌ભુત છે! કદી ઝીરો-ઝીરો થાય જ નહીં. વ્યવહાર, વિચાર અને વ્યક્તિ એક વાર વર્તુળમાં દાખલ થયા પછી એમાંથી નીકળી ન શકે, એણે ફરી ફરીને એ જ વિસ્તારમાં વહ્યા કરવું પડે.

આપણે બધા જ પ્રેમ તો કરીએ છીએ, પણ નિભાવતાં શીખ્યા નથી. પ્રેમ થયા પછી જે વ્યક્તિ સાથે જીવવાનું નક્કી કરીએ, લગ્ન કરીએ એ વ્યક્તિમાં નબળાઈ હશે જ નહીં એવું તો કેવી રીતે માની શકાય? જેને આપણે પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિની છબી આપણા મનમાં ગમે તેટલી આદર્શ હોય, પણ એ વ્યક્તિ ક્યારેય ભૂલ નહીં કરે, ખોટું નહીં કરે કે એનાથી આપણને દુઃખ થાય એવું વર્તન થશે જ નહીં એવું તો કેવી રીતે ધારી શકાય? જે વ્યક્તિને આપણે આપણા જીવનસાથી તરીકે પસંદ કરી છે એ વ્યક્તિની સાથે જીવવાનો નિર્ણય આપણો પોતાનો હતો... સમજી-વિચારીને કરાયેલો એ નિર્ણય કદાચ થોડાં વર્ષો પછી ખોટો લાગે તો પણ એમાં આપણા જીવનસાથીની શું ભૂલ?

દરેક સ્ત્રીના નસીબમાં પૈસાવાળો, દિલદાર, દેખાવડો, સ્ટાઇલિશ, વાતોડિયો, જ્ઞાની, શિવલરસ અને સિંગલ પુરુષ ન જ હોય એ સ્વાભાવિક છે... દરેક સ્ત્રીને આવા પુરુષની ઝંખના હોય એ પણ સ્વાભાવિક છે પરંતુ પ્રેમમાં પડવા માટે પુરુષની બૅલેન્સ શીટ તપાસવાને બદલે એનું માનસિક અને સામાજિક બૅલેન્સ તપાસવામાં આવે તો સંબંધોનાં સમીકરણ કદાચ વધુ મજબૂત અને પ્રામાણિક રહી શકે.


There have been no reviews