Lothal Bhavya Sanskrutinna Avshesho
Lothal Bhavya Sanskrutinna Avshesho by Nalini Rav | Gujarati Book on Harappan Civilization | Purchase Gujarati books on history of India લોથલ ભવ્ય સંસ્કૃતિના અવશેષો - લેખક : નલિની રાવ લોથલ હડપ્પા સંસ્કૃતિના સૌથી વિકસિત નગરોમાંનું એક હતું. તે દુનિયાનું સૌપ્રથમ માનવ નિર્મિત ભરતી આધારિત બંદર હતું, સુનિયોજિત નગર વ્યવસ્થા હતી અને જમીનની અંદર બનાવેલી અદભૂત ગટર વ્યવસ્થા પણ હતી. આ પુસ્તક તમને એ સ્થળની એવી પુરાતત્વીય મુલાકાતે લઈ જાય છે જે તમામને આશ્ચર્યજનક છે. તેમાં હડપ્પા સંસ્કૃતિનું વિગતવાર વર્ણન મળે છે. તેમાં હડપ્પા સંસ્કૃતિના વૈદિક (સરસ્વતી) સંસ્કૃતિ સાથેના સંબંધને પણ ચર્ચવામાં આવ્યો છે. લેખિકા ડો. નલિની રાવ જગતની શાળાઓ અને પુરાતત્વશાસ્ત્રની અધ્યાપિકા છે, ડો. એસ. આર. રાવ મેમોરિયલ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયન આર્કિયોલોજી, આર્ટ એન્ડ કલ્ચરની ચેરપર્સન પણ છે. ગંગાશ્રય ટ્રસ્ટ, અમદાવાદ જે શૈક્ષણિક, સામાજિક કાર્યક્ષેત્રમાં છેલ્લાં ઘણાં વર્ષથી કાર્યરત છે. ટ્રસ્ટના કાર્યક્ષેત્ર અંતર્ગત ગુજરાતના લોકોને ગુજરાતમાં આવેલા આવા આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતાં ઐતિહાસિક સ્થળ "લોથલ ''ની પૂરતી જાણકારી મળે તે હેતુસર ગુજરાતીમાં અનુવાદ કરવાની તક સાંપડેલ છે.
|