Prem Ni 5 Bhasha


Prem Ni 5 Bhasha

Rs 450.00


Product Code: 18948
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Binding: Soft
ISBN: 9789392536311

Quantity

we ship worldwide including United States

Prem Ni 5 Bhasha by Gary Chapman | Gujarati book about love & relationship.

પ્રેમ ની ૫ ભાષા - લેખક : ગેરી ચેપમેન 

પ્રેમ વ્યક્ત કરતી ભાષા.

પુસ્તક વિશે...

               આધુનિક જીવન શૈલી અને વ્યસ્ત દિવસમાં ગૂંચવાયેલો માણસ પ્રેમની અભિવ્યક્તિ ભૂલી જતો હોય છે. આપણે વ્હાલ કરવાનું ભૂલી જઈએ છીએ, ભેટ આપવાનું ભૂલી જઈએ છીએ કેમકે આપણે પ્રેમ કઈ રીતે વ્યક્ત કરવો એ નથી જાણતા અને તેનું મહત્વ પણ નથી જાણતા. હું તને પ્રેમ કરું છું” એ દર્શાવતી બાબતો કાં તો કહેવાતી નથી અથવા કહેવા છતાં પાર પડતી નથી. આ પુસ્તક તમને હું તને પ્રેમ કરું છું.' એ શબ્દો સાચી રીતે કહેતા અને સામી વ્યક્તિએ કહ્યા વિના જ સમજી લેતા શીખવશે. અહીં આપણે કોઈ યુક્તિઓ નથી શીખવાની કે નથી કોઈ મનોવિશ્લેષણ કરવાની જરૂર. આપણે આપણા જીવનસાથીની ભાષામાં પ્રેમ વ્યક્ત કરતા શીખવાનું છે.
                     આ પુસ્તકની એક કરોડથી વધુ નકલો વેચાઈ ગઈ છે. કરોડો લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ પુસ્તકમાં વિચારો સરળ અને રપષ્ટતાથી, અભિવ્યક્ત કરવામાં આવ્યા છે જે આ પુસ્તકને વ્યવહારુ બનાવે છે. આ પુસ્તકમાંથી. પસાર થતી વખતે તમે લોકોના જીવનની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત થશો અને બુદ્ધિગમ્ય અભિગમ વિકસાવી. આ પુસ્તકનું વાંચન એક સમજદાર મિત્ર સાથે ફરવા જવા જેવું લાગશે. તેમાં વ્યક્ત થતા વિચારો લાગુ કરવાથી તમારા સંબંધોમાં કાયમી બદલાવ આવશે.
              આ પુસ્તકમાં પ્રેમની પાંચ ભાષાની વ્યક્તિગત પ્રોફાઇલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના લેખક ગેરી ચેપમેન એક વક્તા અને કાઉન્સેલર છે જે લોકોને સંબંધ બનાવવામાં મદદ કરવાનો જુરસો ધરાવે છે. તેઓ બેસ્ટ સેલિંગ લેખક અને મેરેજ એન્ડ ફેમિલી લાઈફ કન્સલ્ટન્ટ્સના ડાયરેક્ટર છે. ગેરી સેમિનાર કરવાં વિશ્વની મુસાફરી કરતા રહે છે. તેમના રેડિયો કાર્યક્રમો 400થી વધુ સ્ટેશનો પર પ્રસારિત થાય છે.


There have been no reviews