Sadho
Sadho by Ashokpuri Goswami | Gujarati book | Novel book.સાધો - લેખક : અશોકપુરી ગોસ્વામીદશનામી પરંપરા ના એક શીલવંત સાધુની કથા આપણા ગામ નગરથી થોડે દૂર કોઈ ને કોઈ દેવસ્થાન મંદિર, મહાદેવ; મઠ કે આશ્રમ આજ સુધી હતો. આજે ય ક્યાંક ક્યાંક છે. તેના પૂજારી; મહંત કે સ્વામીઓ, તેમના સ્થાને રહી ઉંબર પરના દીવાની જેમ અંદર-બહાર અથીત | આત્મ કલ્યાણ સાથોસાથ લોકકલ્યાણનો એ જવાનું તેમના વિસ્તારમાં પાથરતા. સમાજથી દુર રહી, સામાજિક વ્યવહારોથી પર રહી જીવતા આ સાધુ, સંતો, મહંતોની, ભામિકા પ્રાચીન ઋષિપરંપરાની અને ગુરુ કુળના આચાર્ય જેવી હતી. જે; એમના શિષ્યોએ અને અનુયાયીઓને સ્વસ્થ જીવન માટે કેળવતા. આવાં, ધર્મસ્થાનો; આવાં સંત-વ્યક્તિત્વો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર હતાં. ને બરાબર આવી વ્યવસ્થામાં અકસ્માતે આવી ગયેલ વ્યક્તિ જે તે સ્થાનને પદને; પરંપરાને પાત્ર ઠરવા માટે પોતાને જે રીતે તૈયાર કરે છે તેની તથા બચપણ યુવાની અને પ્રૌઢાવસ્થાના સમયગાળામાં કથાનાયકને થતાં કંક: દ્વિધા એને અવઢવની, ચિંતા અને ચિંતનની આ કથા છે. |