Sangit Ek Bijanu
Sangit Ek Bijanu by Kajal Oza Vaidya | Gujarati book in Ekbijane Gamta Rahiye Series | Kajal Oza Vaidya New book from her popular inspirational video. સંગીત એક બીજાનું - લેખક : કાજલ ઓઝા વૈદ્ય આપણે ત્યાં એક સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે વ્યક્તિની ટેલેન્ટને બદલે એને એની સફળતા કે નિષ્ફળતાથી મૂલવતા શીખ્યા છીએ અને એ સફળતા કે નિષ્ફળતા પણ, આપણે નક્કી કરેલા સ્ટાન્ડર્ઝ મુજબની હોવી જોઈએ... એટલે કોઈ એક વ્યક્તિ જો વક્તા છે તો એ કેવું ભાષણ આપે છે એના કરતાં એનું ભાષણ સાંભળવા કેટલા લોકો આવે છે એ મોટી સમસ્યા છે... જો કોઈ એક વ્યક્તિ લેખક છે તો એ કેવું લખે છે એ વિશે ચર્ચા કરવાને બદલે એનાં કેટલા પુસ્તકો વેચાય છે એની ચર્ચા થાય છે! સફળતા કે નિષ્ફળતા વ્યક્તિની સંપત્તિ અને એની સત્તા પરથી નક્કી થાય છે..વાંક કોનો છે એ જ ડી જાય એટલે ભૂલ સુધારવાની આપણને પડી નથી... એક વાર એ સમજાઈ જાય કે શું ખોટું થયું એટલે આપણને રાહત થઈ જાય છે. જે ખોટું થયું હતું અથવા જેને આપણે “ખોટું થયું' માનીએ છીએ, એને સુધારવામાં આપણને ૨સ નથી. ખાસ કરીને લગ્નજીવનમાં આ વાત બહુ જ અગત્યની છે. લગ્નનાં અમુકતમુક વર્ષો પછી, જ્યારે પતિ-પત્ની એકબીજાને બ્લેઇમ કરે ત્યારે શું થયું એ વિશે હજીયે ચર્ચા થઈ શકે પણ કોણે કર્યું એની ચર્ચા અસ્થાને છે. એને બદલે કેમ થયું અને હવે શું થઈ શકે એ વિશે ચર્ચા થવી જોઈએ. સંતાનો અમુક ઉંમરે પહોંચ્યા પછી પોતાનાં માતા-પિતાને બહુ સ્વાભાવિકતાથી બ્લેઇમ કરે છે, “મારા બાપામાં અક્કલ નહોતી” અથવા “મારી માં સમજતી જ નહોતી” આવું કહીને પોતાની જિંદગી વિશે દુઃખડાં ૨ડવાને બદલે એમણે કરેલા ઉછેરમાં ક્યાં, શું સારું હતું એ વિશે ન વિચારી શકાય |