Sardar Patel Nu Punaragaman
Sardar Patel Nu Punaragaman by Gunvant Shah | New book of Gunvant Shah about Sardar Patel | Facts about renunciation & immolation in life of Saradr Patel. સરદાર પટેલ નું પુનરાવર્તન - લેખક : ગુણવંત શાહ ગીતામાં કૃષ્ણ દૈવી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં અભયને અને આસુરી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં દંભને પ્રથમ સ્થાને મૂકે છે. અભયને કારણે સરદાર ઠંડી મક્કમતાના સ્વામી હતા. તેઓ દંભથી જોજન દૂર હતા તેથી નિખાલસતા એમનો સ્થાયીભાવ હતો. ગીતામાં ત્યાગનો મહિમા થયો છે. વર્ષ 1929માં એમણે ગાંધીજીના ઇશારે લાહોરમાં યોજાનારી કૉંગ્રેસનું અધ્યક્ષપદ પંડિત નહેરુની તરફેણમાં જતું કર્યું. એ જ રીતે વર્ષ 1946માં ગાંધીજીના ઇશારે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાનું સન્માન જતું કર્યું. આવો સહજ ત્યાગ સરદારને ઇતિહાસમાં અત્યંત ઊંચા સ્થાને મૂકી આપે છે. આવા મહાન સરદારનું પુનરાગમન થઈ રહ્યું હોય તેમાં કાલદેવતા રાજી રાજી |