Shyam Ni Maa by Aruna Jadeja
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shyam Ni Maa by Aruna Jadeja | Gujarati translation of the best selling book "Shyam Chi Aai"શ્યામ ની મા - લેખક : અરુણા જાડેજા પૂજ્ય સાને ગુરુજીનું પુસ્તક ‘શયામની મા’ મહારાષ્ટ્રમાં ઘરેઘરે * વંચાય છે, આ પુસ્તક વાંચવું કે વંચાવડાવવું એ મહારાષ્ટ્રમાં એક સાંસ્કૃત ભાગ થઈ ગયો છે, જેમ આપણે ભગવાનના સ્તોત્ર-પાઠ બોલીએ કે બાળકો પાસે બોલાવડાવીએ તેવી જ રીતે સાને ગુરુજીનું લખેલું આ “માતૃપ્રેમનું સ્તોત્ર' ઘરેઘરે વંચાવું જોઈએ. નક દુનિયામાં ઘણાંને પોતાની માતા માટે પ્રેમ હશે જ અને માને કોણ પ્રેમ ન કરે? પણ સાને ગુરુજીએ જે રીતે પોતાની માને પ્રેમ કર્યો અને માએ જે રીતે પ્રેમમય, ત્યાગમય અને સેવામય સંસ્કારનું ધાવણ દીકરાને કરાવ્યું તેવું ભાગ્યે જ કોઈએ કર્યું હશે. આ માદીકરાની જોડી એટલે જાણે પુરાણકથા, અભૂતકથા!". કેટલાક લેખકો લોહીની શાહી કરીને પછી લખતા હોય છે, પણ ગુરુજીએ આ પુસ્તક પોતાના આંસુથી લખ્યું છે. આમાંનો દરેક અક્ષરેઅક્ષર ગુરુજીએ ભરાઈ આવેલાં હૈયે અને આંખે લખ્યો છે. આમાંનું દરેક વાક્ય ડૂમો ભરાયેલા ગળામાંથી અને રૂંધાયેલા ડૂસકામાંથી ઊપસ્યું છે, તેથી કોરી આંખે પણ આ પાનાં પરનું કોઈ પણ વાક્ય વાંચો, આંખ તરત ભીની થઈ જ જશે. |