The Girl With The Dragon Tattoo in Gujarati

Gujarati translation of international best seller book The Girl With The Dragon Tattoo by Stieg Larsson વેન્ગર કોર્પોરેશનના ચેરમેન હેન્રિક વેન્ગર દાયકાઓ પહેલાં ગુમ થયેલી ભત્રીજીની યાદમાં વલોપાત કરે છે. એમને ગળા સુધી ખાતરી છે કે પરિવારમાંની જ કોઈ વ્યક્તિએ એની હત્યા કરી છે. ૪૦ વર્ષ જૂના વણઉકલ્યા રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે પત્રકાર મિકાઇલ બ્લૂમફિસ્ટ, વેન્ગર પરિવારનો ભૂતકાળ ખોદે છે, પણ કોઈક એવું છે જે આ રહસ્યને ભૂતકાળમાં જ ધરબી રાખવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. અકળ અને ગૂઢ વ્યક્તિત્વ ધરાવતી જોખમી સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ લિઝબેથ સેલેન્ડર, પત્રકાર બ્લૂમફિસ્ટને આ તપાસમાં મદદ કરે છે. લિઝબેથ એવી જિનિયસ કમ્પ્યૂટર હેકર છે જે સમાજના કે કાનૂનના કોઈ પણ નિયંત્રણોને સાંખી લેતી નથી. અચૂક વાંચવા જેવી થ્રિલર. |