Sukhi Family Na Funda

Sukhi Family Na Funda by N Raghuraman | Novel Book | Gujarati Book by N Raghuraman સુખી Family ના ફંડા - લેખક : એન રઘુરામન પરિવાર માટે જીવનારને દુનિયા જીતવાની જરૂર નથી મોટાભાગના ફેમિલીમાં નાના-મોટા અહમને કારણે પેદા થતી થોડી ગેરસમજ અને થોડી અણસમજને કારણે વાતાવરણ એકદમ તણાવયુક્ત રહે છે. આની અસરી પરિવારના દરેક સભ્યના શારીરિક અને માનસિક સ્વાથ્ય પર પડે છે. સંયમ અને સહનશક્તિના અભાવે સંબંધો તૂટવા માંડે છે.ખંડિત સંબંધોને લીધે ઘર અખંડ નથી રહી શકતું. વ્યક્તિ એટલું સમજી જાય કે એ પોતાના પરિવારની બહાર જે કંઈ શોધે છે એ તો એના ખુદના ઘરમાં જ મળી શકે એમ છે.તો એનું ફેમિલી સ્વયમ્ સુખનો પર્યાય બની જાય! તમે જો એટલું જ સમજો કે તમારો ફેમિલી મેમ્બર જ તમારી 'આજીવન મિત્ર છે તો બહારના મિત્રથી ક્યારેય છેતરાઈ જવાનો 'ભય નથી રહેતો! તમારા ફેમિલીમાં જ નાની-મોટી દરેક વ્યક્તિ સાથેનો સંબંધ જેટલો મજબૂત, તમારી લાઈફ એટલી જ સ્વસ્થ,પ્રસન્ન અને આનંદી! નાના-મોટા પ્રશ્નો, મૂંઝવણો અને ચિંતાઓથી પરિવારને દૂર રાખીને સુખી ફૅમિલી સરળ ફોર્મ્યુલાઆ પુસ્તકના દરેક ફન્ડામાંથી તમને મળશે.
|