Thank You Pappa
Thank You Pappa by Amisha Shah મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળબિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી મળે છે. આ પુસ્તકમાં નદી જેવી દીકરીઓ પોતાના પિતા - પપ્પા- ડેડી - બાપુ - અબ્બા- બાબા વિશે વાત કરી છે. નરસિંહ મહેતા જેવો દ્રઢ વૈરાગી પિતા પણ કુવંરબાઈ વિના અધૂરો છે. પંડિત નહેરુ જેવો રેશનાલિસ્ટ પિતા પણ પ્રિયદર્શિની ઈંદિરા વિના અધૂરો છે. ભગવદગીતામાં જે મહત્વ ભક્તિયોગનું છે. તેવું જ મહત્વ જીવનગીતામાં દીકરીયોગનું છે. આ પુસ્તકમાં જે જે દીકરીઓએ પિતા પર વહાલ વર્સાવ્યું છે તે હ્ર્દયને ભીનું કરનારું છે. રામનારાયણ પાઠકે પિતાની સરસ વ્યાખ્યા કરી છે. તેમના પ્રસિદ્ધ ગીતમાં તેઓ 'પરથમ પરણામ' માતાને કરે છે. "જેણે મને માટી માંથી રતન બનાવ્યો" બીજા પરણામ કવિ પિતાને કરે છે, પિતા શું હોય છે? કવિ કહે છે "જેણે ઘરની બહાર આણી મને શેરી બતાવી તે" માતા જગતમાં મૂકે છે, પિતા જગ શુ છે, તેનો ખ્યાલ કરાવે છે. નાટક, સાહિત્ય, સિનેમા, શિક્ષણ, ઉદ્યોગ વગેરેમાં વિશિષ્ટ ધરાવતી દીકરીઓને એમના પિતા વિશેના સંસ્મરણો આલેખ્યા છે. આના માટે કહેલુ હોય તો Straight from the heart લખાયેલા લેખોનો સંગ્રહ છે. |