Thoughtsup-Gujarati-book
Thoughtsup By Javlant Chaya થોટ્સઅપ લેખક જવલંત છાયા યુવાનો સાથે સીધો સંવાદ સોશિયલ મીડિયાની ગેલેક્સીમાં છેલ્લા અડધા દાયકાથી એક ગ્રહ-નક્ષત્ર ઉમેરાયું એનું નામ વ્હોટ્સએપ. આ એપ્લીકેશને દુનિયાને અંગુઠાના ટેરવે જોડી દીધી. જોક્સ, કવિતા, વિડીયો બધું શેર થાય. વ્હોટ્સએપ એ ટેકનોલોજીના ક્ષેત્રે એક જાદુઈ લાગે એવું સ્ટેપ છે. વ્હોટ્સએપ પરથી જ આ પુસ્તકનું નામ ‘‘થોટ્સઅપ’’ રાખ્યું છે. થોટ્સઅપ એટલે ઉચ્ચ વિચાર. અથવા જ્યાં છીએ ત્યાંથી વિચાર થકી ઊંચે જવાની માનસિકતા. આ પુસ્તકમાં યુવાની સાથે સીધો સંવાદ રચાયો છે અને ધ્યાન એ રાખ્યું છે કે વ્હોટ્સએપના મેરેજીસની માફક જ આ પુસ્તકના લેખો પણ વાંચવા ગમે! જરાયે ભાર વગર સાદી, સરળ ભાષામાં અહીં સોશિયલ મીડિયા, પ્રેમ, મોટીવેશન, વાંચન, ધર્મ જેવા વિષયો પર મુક્ત વિચાર વિહાર થયો છે. |