Vijay No Aerobridge

Vijay No Aerobridge by Dr. Chandrakant Mehta | Gujarati inspirational book informed by experience.વિજય નો એરોબ્રિજ - લેખક : ડો. ચંદ્રકાંત મેહતાહવાઈયાત્રા શરૂ કરી દો. એરપોર્ટ પર વિમાનમાં બેસવા માટે કાં તો સીડીની જરૂર પડે કાં તો એરોબ્રિજની જરૂર પડે. સીડી અને એરોબ્રિજ હવામાં ઊંચે લઈ જતાં નથી, પરંતુ વિમાન સુધી લઈ જાય છે. વિમાન દ્વારા આપણે હવાઈયાત્રા કરી શકીએ છીએ. ડૉ. ચંદ્રકાંત મહેતાએ આ પુસ્તકમાં સફળતાની હવાઈયાત્રા માટે વિચારોના અને ચિંતનના વિવિધ એરોબ્રિજ આપ્યા છે. એમની વાતોમાં ઉપદેશ પણ મિત્રભાવે આવતો હોવાથી એ ભારરૂપ લાગતો નથી. વળી એમનું ચિંતન અનુભવમાંથી પ્રગટેલું હોય છે એટલે એમાં અવાસ્તવિકતા નથી હોતી. |