Albert Einstein
Albert Einstein by Vinod Kumar Mishr- Biography published in 2012 જગતના અનેક મહાપુરુષ, રાજનેતા અને વૈજ્ઞાનિક મહાત્મા ગાંધીને પોતાના ગુરુ તથા પોતાનો આદર્શ માને છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમાંના એક હતા. આઈન્સ્ટાઈનનું જીવન અત્યંત જટિલ રહ્યું, એમના જટિલ સમીકરણો કરતાં વધુ જટિલ. પરંતુ ચોથા પરિમાણને શોધનારા આઈન્સ્ટાઈનનું જીવન વૈવિધ્યપૂર્ણ પણ હતું. બાળપણમાં એક બુદ્ધુ બાળક, જેની પાસે ન તો એનાં માતા-પિતાને કોઈ અપેક્ષા હતી કે ન એના શિક્ષકોને. માતા-પિતા ભણાવીને જે બનાવવા માંગતાં હતાં એવું ન બની શકવું, અભ્યાસ પૂરો કર્યા પછી બેરોજગારીના સમયગાળામાં એવી ધટનાઓ બનવી કે જેને કારણે વ્યક્તિ ભાંગી પડે. આ બધા પૈકી માત્ર એક જ કારણ જીવનને નરિાશાથી ભરી દેવા માટે પૂરતું હોય છે; પણ આઈન્સ્ટાઈન નિરાશ ન થયા. એમનું એક એક કાર્ય અનેક નોબલ પુરસ્કાર સમાન હતું, પણ એમને એ પુરસ્કાર દોઢ દાયકાથી ધણા વધુ સમય પછી આપવામાં આવ્યો. આઈન્સ્ટાઈન સમગ્ર વિશ્વને એક કુટુંબ સમાન માનતા હતા. "વસુદૈવ કૌટુમ્બકમ'ની ભાવના એમના હૈયે વસી હતી. એમનાં પ્રેરણાત્મક જીવનના તમામ ગુણોનો સારાંશ આ પુસ્તકમાં મૂકવાનો વિનમ્ર પ્રયત્ન કર્યો છે. |