Dollar Vahu
Dollar Vahu by Sudha Murty દુનિયાના અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે - એક એવું સ્થળ જ્યાં ભરપૂર સમૃદ્ધિ અને પરમ સુખની અપાર તકો છે. એક વાર અમેરિકા પહોંચ્યા પછી આ 'ડોલર-ઘેલા' લોકોને સમજાય છે કે આ 'સ્વર્ગભૂમિ' તેમની કલ્પનાથી તદ્દન જુદી જ છે ! સમૃદ્ધિયાત્રાનો માર્ગ એકલતા અને વિમુખતાનાં ઊંડાં દુઃખોની ઈંટોથી બન્યો છે. અમેરિકાની યાત્રા માટે લાગણીની મોટી કિંમત ચૂકવવી પડે છે. પ્રિયજનોનો વિરહ સહેવાનો છે; મિત્રો અજાણ્યા બની જાય છે. પાછળ રહી ગયેલા મધ્યમવર્ગીય કુટુંબીજનોના સંબંધોમાં પણ નાની-મોટી તિરાડો પાડવાની તાકાત આ ડોલર-મોહમાં છે. જે કૌટુમ્બિક સંબંધો વર્ષોથી ભાવભીના અને ઘનિષ્ઠ રહ્યા હોય, વ્યક્તિગત આર્થિક સ્થિતિની પરવા વિના જ સહુ એકમેકના ટેકારૂપ બનતાં હોય તેવા સંબંધો પણ હવે એક નવા પડકારનો સામનો કરે છે. ભારતમાં સાસુ-વહુના કડવા સંબંધો અંગે નવાઈ નથી. ઘણી વખત પુત્રવધૂ આવા અનુભવોથી માનસિક હતાશાનો ભોગ બનતી પણ હોય છે. આવા સંબંધોમાંથી પણ અમેરિકામાં મુક્તિ મળી જાય છે અને આપણી સ્ત્રીઓને તે વિચાર જ ત્યાં વસી પડવા માટે પ્રેરે છે, એ વાત પણ વિચારવા જેવી છે. |