Mansai Ni Thapan
Mansai Ni Thapan by Sudha Murty મારી તમારી હૃદયસ્પર્શી વાતોઆ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની. મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને પૂર્ણ કરવાની છે આપણી સફર... રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભુત ને રસપ્રદ પાત્રો. જે આપણને ધડશે, ઢાળશે વધ-વધિ આકારોમાં અને પછી મઠારશે... અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને, જેણે એનાં બંને બાળકોને ઉછેર્યાં બે જુદા-જુદા ધર્મ સાથે...! શી અસર પડી હશે એ બાળકોનાં કોમળ મન પર..!? એમનાં ભાવિ પર...!? વળી, એક વાર્તા છે નાનકડી એક છોકરીએ કરેલી ટ્રેન-મુસાફરીની... એક રાતની એ મુસાફરીએ બદલી નાખી એની આવતી કાલ... જેની પાસે માગો એ બધું હાજર છે, એવા એક દુઃખી (!!) માણસને તમે શું કહેશો?! આ પુસ્તકમાં સમાયેલા છે એક સામાજિક કાર્યકર અને સદાય શક્ષિક એવાં સુધા મૂર્તિના સત્યઘટનાત્મક અનુભવો, જે રજુ કરે છે મારી-તમારી હૃદયસ્પર્શી વાતો. મારી તમારી હદય વાતો |