Maram Gahera
Maram Gahera by Rajul Dave 'નવનીત સમર્પણ'માં એક આદર્શ એ રાખ્યો છે કે જે વિષયની વાત હોય તે તેના તજજ્ઞ દ્વારા થયા. જેથી તેની પ્રમાણભૂતતા જળવાઈ રહે. મરમ-ગહરાના પ્રસંગો મોટાભાગે મરમી સાધના પદ્ધતિને લગતા છે. લેખકો તમે જાણો છો એમ આપણી પાસે અનેક છે પણ આવા સચોટ પ્રસંગો અને એ પ્રસંગો દ્વારા વ્યક્ત થતો મર્મ પામી, પહોંચાડી શકે એવી વ્યક્તિ ક્યાં? રાજુભાઈએ ગોંડળનું પાણી પીધું છે. આશ્રમજીવનમાં એમણે એક દાયકો કાઢ્યો છે. ભગવતપ્રેમ એ સાધનાનું ઉચ્ચત્તમ શિખર મને લાગ્યું છે. એ શિખરના તેઓ આરોહક છે. પ્રસંગોની ઊંચાઈ એનું સ્તર રાજુભાઈના સ્તરની કઈક ઝલક જરૂર આપે છે. |