Tame J Tamaru Ajvalu
Tame J Tamaru Ajvalu by Sudha Murty શ્રી મૂર્તિની ઉંમર ત્યારે પચીસેક વર્ષ ની હશે. ખુબજ શરમાળ અને આદર્શવાદી યુવાન! ફ્રાંસ માં "સેસા " નામ ની કામ્પ્ન્ય માં તેઓ નોકરી કરતા હતા.પેરિસના નવાનકોર ચાર્લ્સ-દ-ગોલ ઐરપોર્ટ પર વિમાનો માં આવતા સામાન અંગે ના સોફ્ટવેર બનાવવાનું તેમનું કાર્ય.તે જમાના પ્રમાણે પગાર ઘણો સારો હતો.અત્યંત આદર્શવાદી હોવાના કારણે જરુરુયત પૂરતા નાણા પોતાની પાસે રાખીને શ્રી મૂર્તિ અન્ય પૈસા પછાત દેશો માટે કાર્યરત હોય તેવી વિવિધ સંસ્થાઓ ને દાન માં મોકલી દેતા. આવીજ સામ્યવાદી વિચારસરણીએ તેમને ભારત આવવા પ્રેર્યા. લોકો મને ઘણી વાર પૂછે છે કે, 'હેં સુધાબહેન, આટલા બધા વિવિધ રસભર્યા પ્રસંગો તમારા જીવનમાં જ શી રીતે બને છે?' ત્યારે હું કહું છું કે આપણને સહુને જીવનની આ લાંબી સફરમાં વિવિધ અનુભવો તો થાય છે જ, પરંતુ એક સંવેદનશીલ મન તથા કરુણાસભર હૃદય જ આ અનુભવોને વાચા આપી શકે. ગુજરાતની પ્રજાની લાગણીશીલતાની મને જાણ છે. તમને આ પ્રસંગો જરૂર તમારા જ લાગશે !--સુધા મૂર્તિ |