Vastuparv By Rajendra Patel
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vastuparv By Rajendra Patel | Poem In Gujarati | Buy Gujarati books on Kavita (Poems)વસ્તુપર્વ લેખક રાજેન્દ્ર પટેલમાણસ જીવંત છે કારણ કે ચેતનની સાથે જડ પદાર્થો સાથે એને નિસબત છે. જીવવા માટે ઉપયોગમાં આવેલી, લેવાયેલી, લેવાતી રહેલી વસ્તુઓ સાથે લાગણી જોડાય છે તેથી એ એ વસ્તુનું જીવનમાં મૂલ્ય ઊભું થાય છે અથવા સ્મૃતિમાં જડાયેલી રહે છે. રાજેન્દ્ર પટેલ એમ કહે છે કે, “આપણી જેમ, વસ્તુજગત અણુપરમાણુનો જથ્થો તો છે જ, એ ઉપરાંત એની પણ એક ચેતના હોય છે. પેલા અણુમાં રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોનની ગતિની જેમ એ મનમાં નવા આકાર સર્જે છે.” કવિચિત્તમાં વસ્તુપદાર્થોના ઝિલાયેલા આકારો કાવ્યસંવેદનરૂપે અહીં રજૂ થયા છે. આ કાવ્યોમાં માળિયું, પૂતળું, રૂમાલ, ગ્લાસ, ટાંકણી, બૂટ, ડસ્ટબીન, માટલું, પોટલું એમ અનેક વસ્તુઓ અવનવા રૂપે પમાય છે.
|