Vicharo Ane Dhanwan Bano
Vicharo Ane Dhanwan Bano by Napoleon Hill ધનવાન બનવા માટે આ પુસ્તક વાંચો. આ પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે. વિચારો અને ધનવાન બનો પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના Law of Success પર આધારીત છે. એમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાત વ્યક્તિઓના શાણપણનો નિચોડ સમાવેલ છે. વિશ્વાના અગ્રગણ્ય ચિંતક અને વિદ્વાન એન્ડ્રયુ કાર્નેગી, થોમસ વોટસન અને એલેકઝાંડર ગ્રેહામ બેલની સિદ્ધિઓનો ઝીણવટભર્યો અભ્યાસ હિલએ બહુ નાની ઉંમરે કર્યો હતો. હિલને આ પુસ્તકની પ્રેરણા એન્ડ્રયુ કાર્નેગીના - સફળતાના જાદુઈ સૂત્ર પરથી મળેલ છે. કાર્નેગીએ પોતાના જાદુઈ સૂત્રો જે યુવાનોને શીખવ્યા તે બધા યુવાનો ધનવાન બની ગયા, જેનાથી તે સૂત્રો અસરકારક છે તેવું સાબિત થયું. આ પુસ્તક આપને કાર્નેગીના જાદુઈ સૂત્રો અને મહાન લોકો ધનવાન કેવી રીતે બન્યા તે શીખવશે. ધનવાન બનવા માટે આ પુસ્તક - શું કરવું અને તે કેવી રીતે કરવું તે પણ શીખવશે. જો તમે આ પુસ્તકમાં જણાવેલ સરળ મૂળભૂત પદ્ધતિઓ શીખીને તેનો અમલ કરશો તો તમે હકીકતમાં સફળ અને ધનવાન બનશો અને જીવનમાં જે પણ ઇચ્છતા હશો તે મેળવી શકશો. |