100 Prernatmak Vartao
100 Prernatmak Vartao by Dr.G.Francis Xavier | 100 Inspirational Stories in Gujarati to Enrich Your Life ૧૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ - લેખક : ડો. જી ફ્રાન્સીસ ઝેવીયર શું ક્યારેક જીવન સાથે મેળ પાડવાનું તમને મુશ્કેલ લાગે છે ? અથવા એવું લાગે છે કે બોગદાને છેડે કોઈ પ્રકાશ નથી ? તમારા જીવનને સમૃદ્ધ બનાવવા માટેની ૧૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ સાથે જીવનના પડકારો માટે તમારા જવાબો મેળવો. વાર્તાઓનો આ મૂલ્યવાન સંગ્રહ તમારા રોજિંદા ક્રમો તથા પ્રવૃત્તિઓને ધ્યાન કેન્દ્રિતતા, ઊર્જા તથા અર્થથી રીચાર્જ કરશે. એક ઝડપી અને અસરકારક વાંચન, જે તમારી વર્તમાન માન્યતાઓને પ્રશ્ન કરે છે અને પ્રેરણાત્મક જીવન માટેનાં રહસ્યો છતાં કરે છે. જુદા જુદા સંજોગોમાં તમારી આવશ્યક ક્ષમતાઓ, તમારાં મૂલ્યો તથા તમારી ન્યાયિક્તાને ચકાસો. દરેક વાચક માટે ઊંડા સંદેશ સાથે, આ સમૃદ્ધ, ટૂંકી વાર્તાઓ તમને એક પરિપૂર્ણ જીવન માટેની હિંમત તથા દૃષ્ટિ આપશે. તેઓ તમને ખોટામાંથી સાચું, ખરાબમાંથી સારું નક્કી કરવામાં મદદ કરશે. એક આધ્યાત્મક રીતે ઉત્ક્રાંત, ઉચ્ચ પ્રાપ્તકર્તા તથા સમગ્રતાવાળી વ્યક્તિ બનવા માટે તમારા જીવનને સમૃદ્ધ કરવા માટેની ૧૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ વાંચો. ડૉ. જી, ફ્રાન્સીસ ઝેવીયર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તાલીમદાતા તેમ જ લેખક છે. તેમણે સ્વસુધારણામાં ડોક્ટરેટ સાથે સુવર્ણપદક પ્રાપ્ત કરેલો છે. તેમણે આખા ભારતની કેટલીક શિક્ષણ સંસ્થાઓમાં આબરૂદાર હોદાઓ પર કામ કર્યું છે. તેઓ પૂર્વે એશીયન કોન્ફડરેશન ઓફ ક્રેડિટ યુનિયન્સ (એસીસીયુ) બેંગકોકના નાણાકીય સલાહકાર હતા. હાલ તેઓ ભારત તેમજ પરદેશ બંનેમાં લોકપ્રિય ટ્રેઇનર્સ ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સ (તાલીમાર્થી તાલીમ કાર્યક્રમો) ચલાવે છે. ડૉ. ઝેવીયર વિવિધ વિષયો પરના ૧૫થી વધુ પુસ્તકોના લેખક છે. તેમની પ્રેરણાત્મક વાર્તાઓ આઠ ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. |