The 5 A M Club


The 5 A M Club

Rs 500.00


Product Code: 17586
Author: Robin Sharma
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Binding: Soft
ISBN: 9789388423557

Quantity

we ship worldwide including United States

The 5 AM Club by Robin Sharma | New book for Robin Sharma now in Gujarati | Latest Best Seller Book by Robin Sharma | The 5AM book in Gujarati

ધ ૫ એ. એમ. કલબ - લેખક : રોબીન શર્મા  

15 MILLION BOOKS SOLD WORLDWIDE
પરોઢ નો ઉપયોગ કરો જીવનમાં પરિવર્તન લાવો

નેતૃત્વકળા અને પરફોર્મન્સ નિષ્ણાત રોબિન શર્માએ ૨૦ વર્ષ કરતાં વધુ વર્ષ પહેલાં ધ 5 એ. એમ. ક્લબનો વિચાર રજૂ કર્યો હતો. તેનો આધાર એ વહેલી સવારનું ક્રાંતિકારી રૂટિન છે જેણે તેમના ક્લાયન્ટ્સને તેમની ઉત્પાદક્તા વધારવામાં, તેમનું સ્વાથ્ય સુધારવામાં તેમજ તેમના મનની શાંતિ સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે.
      લેખકની ચાર વર્ષની મહેનત બાદ લખવામાં આવેલા આ જીવનને બદલી શકવાની ક્ષમતા ધરાવતા પુસ્તક દ્વારા તમને એ જાણવા-સમજવામાં મદદ મળશે કે વહેલા ઊઠવાની આદતથી સર્વોચ્ચ પરિણામો પ્રાપ્ત કરી. શકાય છે અને તે સાથે ખુશી સાથે જીવનનો ભરપૂર આનંદ માણી શકાય છે.
              જીવનમાં સંધર્ષનો અનુભવ કરી રહેલા બે અજાણ્યા લોકોના સંપર્કમાં આવનાર એક ઉદ્યોગપતિ એ બંને માટે માર્ગદર્શક બને છે, એ વિશેની પ્રેરણાદાયી અને રસપ્રદ વાત દ્વારા ધ 5 એ.એમ. ક્લબ પુસ્તક તમને આટલી બાબતોનો રસાસ્વાદ કરાવશે

  • મહાન પ્રતિભાશાળી લોકો ઉપરાંત બિઝનેસ અગ્રણીઓ તેમજ વિદાના સૌથી સમજદાર લોકો અસાધારણ સિદ્ધિ મેળવવા માટે તેમની સવારનો પ્રારંભ કેવી રીતે કરે છે, 
  • વહેલા ઊઠવાની ઓછી જાણીતી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે પ્રેરણા મેળવી શકો છો તથા લક્ષ્યાંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રોજેરોજ દરેક બાબતમાં મહત્તમ પરિણામ મેળવી શકો છો. 
  • વહેલી સવારની નીરવ શાંતિની પ્રત્યેક ક્ષણનો કેવી રીતે ઉપયોગ કરવો જેથી તમને કસરત, આત્મજ્ઞાન તેમજ વ્યકિતગત વિકાસ માટે સમય મળી રહે, 
  • મોટાભાગના લોકો સુતા હોય છે ત્યારે મનોબળ આધારિત પ્રેક્ટિસ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, જેથી તમને તમારા માટે વિચારવા, તમારી રચનાત્મક્તાને વ્યક્ત કરવા તેમજ ખૂબ શાંતિપૂર્વક તમારો દિવસે શરૂ કરવાનો તમને યોગ્ય સમય મળી રહે છે. 
  • તમારી ક્ષમતા, કુશળતા અને સ્વપ્નોને આગળ વધારવા માટે ડિજિટલ દુનિયામાં ખૂંપી રહેવાને બદલે તેમજ અન્ય સામાન્ય કક્ષાની બાબતોમાં માથું મારવાને બદલે અંત:સ્કુરણા ઉપર ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરવું જેથી તમે સમૃદ્ધિ અને પ્રભાવનો આનંદ માણી શકો તથા દુનિયામાં તમારી અસર ઊભી કરી શકો,

There have been no reviews