Change Management Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe
Change Management Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soni ચેન્જ મેનેજમેન્ટ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે? - રજૂઆત: દર્શાલી સોની (વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના ચેન્જ મેનેજમેન્ટ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.) આ પુસ્તકમાં અંગ્રેજીમાં ચેન્જ મેનેજમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. કહેવાય છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. જે વ્યક્તિ કે કંપની પરિવર્તન સ્વીકારતી નથી. તેને ખોવાઈ જવામાં વાર નથી લગતી. પરિવર્તન અનિવાર્ય છે પરંતુ પરિવર્તન પોતાની સાથે અનેક પડકારોને પણ લાવે છે. આ પડકારોનો સામનો કઈ રીતે કરવો ? કઈ રીતે ખબર પડે કે પરિવર્તન આવશ્યક છે? બીજા લોકોને કઈ રીતે પરિવર્તન માટે તૈયાર કરવા ? – આવી અનેક બાબતો હજારો ઓર્ગેનાઈઝેશન્સને ચેન્જ મેનેજમેન્ટ માટે તૈયાર કરનારા વિશ્વના આ ક્ષેત્રના ટોચના નિષ્ણાતો પાસેથી આપ આ પુસ્તકમાં શીખી શકશો. |