Decision Making Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe
Decision Making Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soni ડીસિસન મેકિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે - લેખક : દર્શાલી સોની (વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના ડિસિસન મેકિંગ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.) આ પુસ્તકમાં અંગ્રેજીમાં ડિસિસન મેકિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. દરેક વ્યક્તિએ જીવનમાં ડગલેને પગલે નિર્ણયો તો લેવા જ પડે છે આ બધા નિર્ણયો લેવામાં શું ખ્યાલ રાખવો જોઈએ અને કઈ ટેકનિક્સનો ઉપયોગ કરવો જોઈએ તે આ પુસ્તકોમાં સમજાવાયું છે. જો કેટલીક પાયાની બાબતો શીખી લેવામાં આવે તો નિર્ણયો કરવામાં સરળતા રહે અને સફળતાના ચાન્સ વધી જાય. આ પુસ્તકમાં આવી જ બાબતો જગતના આ ક્ષેત્રના શ્રેષ્ઠ લેખકો શીખવે છે. |