Ekmev Dhirubhai Ambani
Ekmev Dhirubhai Ambani by Parimal Nathvani | Life story of Dhirubhai Ambani in Gujarati. | ધીરુભાઇના જીવનના અજાણ સત્યો.એકમેવ ધીરુભાઈ અંબાણી - લેખક : પરિમલ નથવાણીજાણો ધીરુભાઈ અંબાણીની જીવન કથા એમના અત્યંત વિશ્વાસુ એવા પરિમલ નથવાણીના શબ્દોમાં. અવિરત પ્રયત્નો, સખત મહેનત, ઘો૨ સંઘર્ષથી ધ્યેયપ્રાપ્તિઓને લીધે ધીરુભાઈ અંબાણી સર્વકાલીન મહાનાયક તરીકે ઊપસ્યા. તેમણે અખૂટ એવી રાષ્ટ્રીય સંપત્તિઓ અને અસ્કયામતો ઊભી કરી. સાથે સાથે ભરપૂર નવીન મૂલ્યો ઊભાં કર્યાં. એક ઉદ્યોગપતિ તરીકે તેમણે વિશ્વ સમક્ષ એક એવું દૃષ્ટાંત રજૂ કર્યું અને દર્શાવ્યું કે શૅરહોલ્ડરો અને સાધારણજનોની નજરે ‘ભરોસાપાત્ર’ હોવું તે શું વસ્તુ છે! મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, “મારું જીવન એ જ મારો સંદેશ છે.' ધીરુભાઈ અંબાણીનું જીવન પણ ઘણા લોકો માટે સંદેશ પ્રદાન કરનારું છે. તેમનું જીવન એક મશાલધારકનું જીવન છે. ધીરુભાઈ અંબાણીએ જીવનભર હિમ્મતપૂર્વક સપનાં જોયાં અને સાકાર કર્યાં, તેથી જ તેઓ દેશના ભાવિ અર્થતંત્રને નવેસ૨થી લખી શક્યા. |