Netao Jemne Haar Na Mani


Netao Jemne Haar Na Mani

Rs 220.00


Product Code: 17715
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 112
Binding: Soft
ISBN: 9788194110781

Quantity

we ship worldwide including United States

Netao Jemne Haar Na Mani by Viral Vaishna.  Inspirational stories of the world's great heroes who neglected all the difficulties and challenges, eventually succumbed to success.

નેતાઓ જેમણે હાર ના માની - લેખક : વિરલ વૈષ્ણવ 

જગતનાં એવા મહાનાયકોની પ્રેરક કથાઓ કે જેઓ તમામ મુશ્કેલીઓ અને પડકારોને અવગણી આખરે સફળતા મેળવીને જ ઝંપ્યા.

જીવન સીધી લીટીમાં નથી ચાલતું. કયારેક કોઇના જીવનમાં એવો પણ સમય આવે કે તે મહત્વની પરીક્ષામાં ફેલ થાય, જેના માટે વરસો મહેનત કરી હોય તે કારકિર્દીમાં મેળ ન પડે કે અચાનક બીમારી કે બીજી કોઈ તકલીફથી કારકિર્દીમાં ઓટ આવે, નોકરી છૂટી જાય, ધંધો જામે નહીં કે જામેલા ધંધામાં દેવાળું ફૂંકાય - કંગાળ થઇ જવાય, જેને દિલથી ચાહ્યા હોય તે બેવફા નીવડે... ટૂંકમાં `બારે વહાણ ડૂબી જાય' ત્યારે શું કરવું? આવી પરિસ્થિતિનો સામનો કરવાના ત્રણ રસ્તા છે. એક, આત્મહત્યા, જે ફક્ત કાયરોનું કામ છે. બીજુ, હરિ ઇચ્છા સમજી કે નસીબને દોષ આપી બેસી રહેવું અને ત્રીજુ, હાર ન માનવી - લડી લેવું અને આખરે દુનિયા જોતી રહે તેવું `કમબેક' કરવું. આ શ્રેણી આ ત્રીજા માર્ગના મુસાફરોની સત્યઘટનાઓની વાત કરે છે. આ શ્રેણી અનેક રીતે અનોખી છે અને પુષ્કળ રીસર્ચ કરી લખવામાં આવી છે. ક્યારેક એવું પણ બન્યું છે કે કોઈ એક વિભૂતિના કમબેક અંગે બે પાના લખવા માટે તેની બસ્સો પાનાની બાયોગ્રાફી વાંચી હોય. આ માત્ર પ્રેરણાત્મક વાર્તાઓના પુસ્તકો નથી પણ ખરેખર જીવાયેલા જીવનનો ચિતાર છે. આ તમામ જીવનારા અને જીતનારાઓને સરળતા ખાતર તેમના ક્ષેત્ર મુજબ જુદા જુદા પુસ્તકોમાં સમાવાયા છે પરંતુ તમામ પુસ્તકોમાં લઘુત્તમ સાધારણ હકીકત એક જ છે અને તે છે - કમબેક! તમને જે તે ક્ષેત્રમાં રસ ન હોય તો એ પુસ્તક તમારા માટે નકામું નથી કેમકે વાત રમતની હોય કે ધંધાની, વિજ્ઞાનની હોય કે કલાની, સાહસની હોય કે રાજનીતિની, આપણે તો એ જાણવાનું છે કે જાદુ બધે ચાલે છે.

Life does not go in a straight line. Sometimes there is a time in one's life that he fails the important exam, for which the years of hard work do not match in the career or suddenly illness or any other problem can result in a breakthrough in the career, job loss, business will not be burnt or bankruptcy. Be it, who you love dearly, betrayal ... What to do when briefly 'the ship sinks'? There are three ways to deal with such a situation. One, suicide, which is just Cairo's job. Second, the desire to understand and to blame destiny and the third, to not give up - to fight and to finally 'see' the world as it is. This series talks about the facts of this third-way passenger. This series is unique in many ways and has been extensively researched. Sometimes it has even happened that one has read his biographical page biography to write two pages about Vibhuti's comeback. This is not just inspirational story books but is really a painting of a living. For the sake of simplicity for all these winners and winners, they are included in different books according to their area, but the least common fact among all the books is the same and that is - Comeback! If you are not interested in that field, then this book is not worth it for you, whether it be sports, business, science or art, adventure or politics, we have to know that magic is going on everywhere.


There have been no reviews