Prerna No Prasad
Prerna No Prasad by Shailesh Sagpariya | One of the best selling inspirataional book for postive thinking | Best book to gift to your friends & relatives. પ્રેરણા નો પ્રસાદ - લેખક : શૈલેશ સગપરીયા આજની વાર્તા ના પ્રણેતા શૈલેષ સગપરિયાનાં આ પુસ્તકમાં 101 પ્રેરણાત્મક વાસ્તવિક ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આખી થાળી ભરી ભાતભાતના પકવાન કરતા જરાક અમથો પ્રસાદ વધુ તૃપ્તિ આપે છે કારણ કે પ્રસાદમાં પવિત્રતા ભળેલી હોય છે, એ જ રીતે કાલ્પનિક કથાઓ કરતા અનેકગણી વધુ અસર વાસ્તવિક ઘટનાઓની થતી હોય છે. આ પુસ્તકમાં આપેલી તમામ વાર્તાઓ હકીકતમાં બની ચૂકી છે. મોટાભાગના પ્રસંગો તો આપણી જ આસપાસ બનેલા છે. આ એવા પ્રસંગો છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂક્યા ત્યારે તેને લાખો લાઇક્સ અને હજારો કોમેન્ટ્સ મળી છે, જે દર્શાવે છે કે આ પ્રેરણાનો પ્રસાદ લોકોના હૃદયને લાગણીથી ભીંજવી દે છે, મનને તૃપ્ત કરે છે અને જાતને કંઇક કરી છૂટવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગો આપણને આશ્વાસન આપે છે કે બધું ખતમ નથી થઇ ગયું. ઊઠ, ઊભો થા અને કામે લાગી જા. તારું સપનું પણ અવશ્ય સાકાર થશે. |