Rag Ek Bijano
Rag Ek Bijano by Kajal Oza Vaidya | Another best seller book by Kajal Oza Vaidya | All books written by author Kajal Oza Vaidya available with us. Buy Gujarati books of Kajal Oza Vaidya online. રાગ એક બીજાનો - લેખક : કાજલ ઓઝા વૈદ્ય કેટલાક લોકો પોતાની જિંદગીમાં સમર્પણ કર્યાના સુખમાં રાચવાનું પસંદ કરે છે. પોતે માતાપિતા માટે, જીવનસાથી માટે, સંતાનો માટે, ભાઈ-બહેન માટે કે મિત્રો માટે કેટલો ત્યાગ કર્યો, કેટલું સમર્પણ કે બલિદાન કર્યા અથવા કેટલી સમજદારી દેખાડી એ કહેતાં કહેતાં ઉશ્કેરાઈ જતાં, ગળગળા થઈ જતાં લોકોને આપણે જોયા છે. એમની આંખોમાં સમર્પણનો સંતોષ ઓછો અને સિમ્પથીની ઝંખના વધારે હોય છે? કેન્સરની ગાંઠ શરીરમાં દેખાય ત્યારે જાતને એક પ્રશ્ન પૂછવો જોઈએ, આ ગાંઠ પહેલા ક્યાં મળી, કેટલો તિરસ્કાર, કેટલી ધૃણા, કેટલો અહંકાર, કેટલા પૂર્વગ્રહો, કેટલા હઠાગ્રહો આપણી અંદર ઘર કરીને બેઠા છે...આ બધું જ નકારાત્મકનેગેટિવ આપણી અંદર વધતું જાય છે. આ નેગેટિવિટીનો સંગ્રહ કદાચ એક યા બીજા પ્રકારે શરીર પર અસર કરે છે. ચામડીના રોગો, અસ્થમા, પેટના રોગો અને કેન્સર કે ટીબી સુધીના રોગો આવી માનસિક અસ્વસ્થતાને કારણે થઈ શકે છે એવું વિજ્ઞાન પ્રસ્થાપિત કરી આપ્યું છે. આપણે જે ગાંઠો આપણા સંબંધોમાં, આપણી જિંદગીમાં અને આપણા મનમાં-હૃદયમાં વાળીએ છીએ, એવી કેટલીય ગાંઠો જેને આપણે છોડતા નથી અથવા આપણાથી છૂટતી નથી. એવી કેટલીય ગાંઠે જે આપણને આપણી ભીતર જ ગૂંચવતી જાય છે. એ બધી જ ગાંઠો સમયસમયાંતરે એક યા બીજા જાતનો રોગ બનીને આપણા શરીરમાં ઊગી નીકળે છે. |