The Outsider
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
The Outsider by Albert Camus | Gujarati Translated Novel book by Bharti Dalal.ધ આઉટસાઈડર - લેખક : આલ્બેર કામ્યુ કાયૂએ નવલકથાની કળા વિશે જે પ્રાસંગિક ચર્ચા કરી છે તે પરથી મુખ્ય છાપ એવી પડે છે કે એ અસંગતિ કલાગત નહીં એવા સંકેતો અને વિદ્રોહ પરત્વેની કલામય અભિપ્સાઓ વચ્ચે સમન્વય સિદ્ધ કરવા મથે છે. એનામાં પરસ્પર વિરુદ્ધ એવાં બે દ્રષ્ટિબિંદુઓ જોવા મળે છે. ‘ધ મિથ ઑવ સિસિફસ’માં એ કહે છે કે “આપણે (કળામય રીતે) સર્જન કરીએ કે ન કરીએ તેથી ખાસ કશો ફેર પડતો નથી.' ઓડે પણ કહ્યું હતું કે, શેક્સપિયર અને મોન્સ્ટાર્ટનાં સર્જનથી દુનિયામાં કશો ફેર પડતો નથી. પણ કોમ્યુએ “ધ રેબેલ'માં તો એવો ચોક્કસ દાવો કર્યો છે કે નિયતિનું નિર્માણ જ એનું નવલકથા દ્વારા માપ કાઢવા માટે છે.’ આમ નવલકથા સુષ્ટિ સાથે સ્પર્ધામાં ઉતરે છે અને મૃત્યુ પર તત્પૂરતો વિજય મેળવે છે. આ બંને દ્રષ્ટિબિંદુ વચ્ચેનો સામાન્ય સ્વરૂપનો સંઘર્ષ એની , નવલકથાઓમાં રહ્યો જ હોય છે. આ પૈકીના બીજા અવતરણમાં નવલકથા વિશેની એની અપેક્ષાને એની ત્રણ નવલકથાઓ દ્વારા ક્રમશ: ઉત્તરોત્તર સિદ્ધ કરવાનો પ્રયત્ન થયો હોય એવું લાગે છે. કાયૂએ ઉત્તરોત્તર સાહિત્યિક ઉત્કર્ષ સિદ્ધ કર્યો છે એમ કહેવાનો આરાય નથી. આમ છતાં એટલું તો લાગે છે કે એ દરેક કૃતિમાં એના દાર્શનિક, | વિચારોની રસપરત્વેની પ્રતિકૂળતાને ક્રમશઃ ઉલ્લંઘીને શ્રેષ્ઠ ફ્રેન્ચ, નવલકથાના કલાગત આદર્શની નજીક જવાનો પ્રયત્ન કર્યો છે. |