Vesuviyash


Vesuviyash

Rs 430.00


Product Code: 19316
Author: Yashvant Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 136
Binding: soft
ISBN: 9789393283955

Quantity

we ship worldwide including United States

Vesuviyash by Yashvant Mehta | Gujarati Novel book

વિસુવિયસ - લેખક : યશવંત મહેતા 

સૂતેલો જ્વાળામુખી જ્યારે જાગી ઊઠે....

                         કંચનરાયની જિંદગીમાં આમ જુઓ તો કશી ખોટ નહોતી. ઘરરખુ પત્ની, તેજસ્વી સંતાનો, મોભાદાર નોકરી, સારી આવક... બધુંય હતું અને પચાસ વટાવ્યા પછી સાંપડતું સામાજિક સન્માન પણ હતું. ગધ્ધાપચીસી પૂરી થઈ ગઈ હતી અને કંચનરાય હવે 'ઠરેલ' આદમી હતા.
                       પણ ‘ઠરેલ' જ્વાળામુખીના પેટાળમાં ઘણી વાર અણજાણ્યો જ્વાળામુખી ધધકતો હોય છે. ગત બે હજાર વર્ષોમાં વિસુવિયસ જ્વાળામુખીએ આનો અનુભવ દુનિયાને કરાવ્યો છે. હવે તો વિસુવિયસ ‘ઠરી' ગયો છે, એવું માનીને એને આશરે વસનારાઓને વિસુવિયસના આકસ્મિક વિસ્ફોટે કેવાં બાળી -પ્રજાળી દીધાં એ આપણે જાણીએ છીએ. ‘ઠરેલ' કંચનરાયના હૈયામાં ભારેલી વૃત્તિઓનો અગ્નિ એક દહાડો આમ જ વિસ્ફુટ થાય છે ત્યારે...…? ત્યારે કેવી ભયાનકતા સર્જાય છે એની આ કથા છે.
                        વિસુવિયસ'ના લેખક યશવન્ત મહેતા ગુજરાતી સાહિત્યની એક અનોખી હસ્તી છે. બાળસાહિત્યથી માંડીને 'બબરિક' જેવી એલેગરિકલ અને 'યુગયાત્રા' જેવી વૈજ્ઞાનિક નવલકથાઓ જેવું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય ગુજરાતી ભાષાને આપનારા એમના જેવા બહુ થોડા સર્જકો છે. ‘વિસુવિયસ' વાચકને એક નવો રોમાંચક વાચનરસ આપી જશે.


There have been no reviews