Chothi Deeval


Chothi Deeval

Rs 470.00


Product Code: 19317
Author: Yashvant Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 152
Binding: soft
ISBN: 9789393283801

Quantity

we ship worldwide including United States

Chothi Deeval by Yashvant Mehta | Gujarati Novel book. | A poignant story born out of the struggle of delicate emotions.

ચોથી દીવાલ - લેખક : યશવંત મહેતા 

નાજુક લાગણીઓના સંઘર્ષમાંથી જાગેલી કરુણ કથા.

                   એન્જિનિયર રવિ આઠ માસથી પરણ્યો હતો અને પત્ની સ્મિતાને લાડથી બુલબુલ નામે સંબોધતો. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો, પરંતુ યુવાસુલભ લાગણીશીલતા પણ ખરી, હૃદય આળાં પણ ખરાં પરિણામે એક દિવસ ઝઘડો થઈ ગયો અને મધરાતના અગિયારેક વાગે બુલબુલે પૈસા, ઘડિયાળ, વીંટી, બધું ત્યજીને ગૃહત્યાગ કર્યો. કહ્યું કે પિયર જાઉં છું, પરંતુ બે દિવસ પછી પિવરથી ખબર આવ્યા કે બુલબુલ આવી જ નથી! હવે રવિ રથવાયો બની ગયો. બુલબુલ બે દિવસથી પિયર નથી પહોંચી, તો પછી એ ગઈ ક્યાં ?
                  
રવિએ પોલીસને જણાવ્યું. શહેરભરમાં ને હોસ્પિટલોમાં ને શબગૃહમાં તપાસ કરી. બુલબુલ ક્યાય નહોતી. એ પોતાને સાસરે વડોદરા ગયો. બુલબુલ ત્યાં આવી નહોતી. રવિ રાતોરાત પાછો વળ્યો. ઘેર પહોંચ્યો ત્યારે પોલીસ એના ઘરની તલાશી લઈ રહી હતી. બધા પોલીસ ગયા અને એકલો ઇન્સ્પેક્ટર કુમાર રહ્યો ત્યારે રવિ એની સામે છતો થયો. કુમારે જણાવ્યું કે તારા ઉપર પત્નીના ખૂનનો આરોપ છે અને અમારી પાસે એના પુરાવા છે. એણે રવિના જ ઘરના ભોંયરામાં સગડી પાસે બુલબુલનાં કપડી મળી આવ્યાં હોવાનું જણાવ્યું રવિને શિર જાણે આભ તૂટી પડયું પછી ? બુલબુલ મળી કે બુલબુલનો મૃત દેહ ?
                                                   
'ચોથી દીવાલ'ના લેખક યશવન્ત મહેતા અવનવા અને શક્તિશાળી કથાવસ્તુઓવાળી નવલકથાઓ માટે જાણીતા લેખક છે. ગતિશીલ પ્રવાહિતા અને જોશ એમની શૈલીનો મુખ્ય લક્ષણો છે.


There have been no reviews