Vicharo Nu Saundarya
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vicharo Nu Saundarya by Haresh Dholakia | Gujarati Articles book.વિચારો નું સૌંદર્ય - લેખક : હરેશ ધોળકિયા જ્ઞાનથી માત્ર આનંદ અને મીશ્રશ જ નથી મળતી, જેમ જેમ જ્ઞાન ઊઘડતું જાય છે તેમ તેમ સૌંદર્ય પણ પ્રગટતું શરૂ થાય છે. ગીતામાં જેમ વિભૂતિનું પરિણામ વિશ્વરૂપ દર્શનમાં પરિણમે છે. તેમને જ્ઞાનનો, વિચારનો આનંદ, તેની મીશ્રણમાંથી સૌંદર્ય દર્શન થવું પણ શરૂ થાય છે અને આ સૌંદર્ય એટલું તો અભૂત, અકલ્પનીય, અવર્ણનીય, કલ્પનાતીત હોય છે કે આભા તો થઈ જવાય છે. સમાંતરે તેમાં તલ્લીન થઈ જવાય છે. તેનામય થઈ જવાય છે. આપણે જ વિચાર બની જઈએ છીએ. એટલે કે વિચાર સાથે એક અદ્વૈત સધાઈ જાય છે. આ પુસ્તકમાંના લેખો તેનું જ પરિણામ છે. વીસમી સદીના ઉત્તમ વિચારકોને લીધા છે. મુખ્યત્વે તો વિવેકાનંદ, ગાંધીજી, વિનોબા, કૃષ્ણમૂર્તિ કે રજનીશ જેવા અહીંયા લીધા છે, પણ સાથે બીજા વિચારકો અને મહાનુભાવોને પણ લીધા છે. જ્યાં જ્યાં પણ વિચાર કે વ્યક્તિની પ્રતિભાના દર્શન થયાં છે. તેને વહેંચવાનો પ્રયાસ કર્યો છે. ગમતાનો ગુલાલ કર્યો છે.. આ લેખો બારીમાંના આકાશનું દર્શન કરાવે છે. |