Yogi Adityanath
Yogi Adityanath by Shantanu Gupta | Biography & history of Yogi Adityanath in Gujarati યોગી આદિત્યનાથ - લેખક : શાન્તનું ગુપ્તા તમે એવું ક્યારેય વિચારી શકો કે કોઇ એક વ્યક્તિ જેણે વિજ્ઞાન ક્ષેત્રે આધુનિક શિક્ષણ મેળવ્યા બાદ સંન્યાસ લીધો હોય? અને ત્યારબાદ કઠિન વૈદિક શિક્ષણ પણ મેળવ્યું હોય? શરમાળ પ્રકૃતિની સાથે આક્રમક વિચારધારા ધર સર્વસ્વીકૃતવ્યક્તિ તરીકેની ચાહના પામી શક્યા હોય? નાથપંથી સાધુ બનીને પણ રાજકારણની આંટીઘૂંટી સમજયા હોય? આ વ્યક્તિ એટલે યોગી આદિત્યનાથ. ૧૯મી માર્ચ ૨૦૧૭ના રોજ યોગી આદિત્યનાથે દુનિયાની સૌથી મોટી લોકશાહી - ભારતના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશના એકવીસમાં મુખ્યમંત્રી તરીકે શપથ લઇને ત્યાંના રાજકારણમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું. ભારતની અટપટ રાજનીતિમાં ઉત્તરપ્રદેશ ૨૨ કરોડની વસ્તી અને લોકસભાની મૂલ્યવાન ૮૦ સીટ ધરાવતું મહત્વનું ગદ્ય ગણાય છે. ભારતને અનેક વડાપ્રધાનો આપનાર ઉત્તરપ્રદેશ પાસે આજે મોદી-યુગ પછી આપવા માટેનું સશક્ત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ, યોગી આદિત્યનાથના રૂપમાં તૈયાર થઈ રહ્યું છે.
|