Keval Mari Aankhoma
Keval Mari Aankhoma by Avneesh Bhatt | Gujarati novel book.કેવળ મારી આંખોમાં - લેખક : અવનીશ ભટ્ટશહેરી મધ્યવર્ગની કપરી વાસ્તિવિક્તા પોતીકી ઓળખની પ્રાપ્તિ નો સંઘર્ષ. અવનીશ ભટ્ટની નવલકથા `કેવળ મારી આંખોમાં વિષયના બંધનમાં બાંધવી મુશ્કેલ છે. નથી એ માત્ર સબંધોની વાત, નથી એ માત્ર શિક્ષણક્ષેત્રમાં ફેલાયેલા પૂર્વગ્રહો વિશેનો કોઈ વિસ્તાર, નથી આ નવલ મધ્યમવર્ગની મુશ્કેલીઓ પર કેન્દ્રિત. માટે જ આ નવલકથાને ઓળખ સ્થાપવાનો સંઘર્ષ કહી શકાય. સંબંધો થકી, ભણતર થકી, કોઈ સાહસ થકી, પોતાની સ્વાભાવિક પરિસ્થિતિને ઉકેલી પાર થવાની યાત્રા થકી જાતની ઓળખ. ગુજરાતી નવલકથામાં બાપ-દીકરાના સંબંધની ગૂંવચણને દર્શાવતી આ વિશેષ નવલકથા છે. દીકરાના વ્યક્તિત્વને સતત લલકારતો બાપ દીકરાના જીવનને કલ્પના ન કરી હોય એવો આકાર આપે છે. |