Life Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe
Life Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Rushina Sanghavi | New inspiration book | આ પુસ્તકમાં અંગ્રેજીમાં લાઈફ એટલે કે જીવન પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. તમને એમ થશે કે જીવન તો આપણે જીવીએ જ છીએ, એમાં જાણવા કે શીખવા જેવું તે વળી શું હોય? વેલ, જીવન તો બ્રહ્માંડની જેમ અનંત છે અને વ્યક્તિએ પોતાના છેલ્લા શ્વાસ સુધી તેણે નિખારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પુસ્તક આ જ વાત શીખવે છે. બ્રાયન ટ્રેસી, સ્ટીફન કોવી, ઝીગ ઝીગ્લર જેવા જાણીતા લેખકો અહીં જીવનનાં નવા જ અર્થો આપે છે તથા કઈ રીતે આર્થિક, સામાજિક, કૌટુંબિક અને આધ્યાત્મિક સફળતા અને શાંતિ મેળવવી તે બાબતો જગતના આ ક્ષેત્રના શ્રેષ્ઠ લેખકો શીખવે છે. |