Anger
Anger by Dada Bhagwan | This pdf E-book is available in 10 languages.ક્રોધ લેખક દાદા ભગવાન જયારે પોતાના ધાર્યા પ્રમાણે નથી થતું, અથવા જયારે સામી વ્યક્તિ પોતાને સમજતી નથી, અથવા જયારે દ્રષ્ટિકોણમાં ફરક હોય ત્યારે મોટાભાગે પોતાને ક્રોધ આવે છે. ઘણીવાર આપણને ખોટા માનવામાં આવે છે, જયારે આપણે પોતે સાચા છીએ એમ માનતા હોઈએ ત્યારે આપણને ક્રોધ આવે છે. આપણી પોતાની સમજણના આધારે આપણે પોતાને સાચા માનતા હોઈએ છીએ જયારે સામી વ્યક્તિ માને છે કે તે સાચી છે. મોટાભાગે જયારે આપણને સમજ નથી પડતી કે આગળ શું કરવું, આપણી પાસે દૂરદ્રષ્ટિ કે સૂઝ નથી હોતી ત્યારે આપણે ક્રોધિત થઈએ છીએ. જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથેના સંબંધો ને જ આપણે નુકશાન પહોંચાડીએ છીએ. આપણે આપણા સંતાનોને બધા જ સુખચેન, સાથ, સલામતી આપવા માંગીએ છીએ પરંતુ આપણા ક્રોધથી સંતાનો પોતાના જ ઘરમાં ભયભીત રહે છે. ક્રોધિત લોકો સાથે કેમ વર્તવું? જયારે કોઈ યંત્ર બહુ ગરમ થઇ જાય, ત્યારે આપણે તેને થોડા સમય માટે એમજ છોડી દેવું જોઈએ તો તે ટુંક સમયમાં ઠંડું થઇ જશે. પરંતુ જો તમે તેને છેડતા રહેશો તો તમે દાઝશો. તમારા સંબધો અને ક્રોધની સમસ્યાના ઉકેલ માટે આગળ વાંચો.
About This Book- "Anger management is a popular and necessary topic in today’s world. In dealing with difficult people, in our family relationships, or in facing marriage problems, we simply do not know how to deal with anger! When dealing with anger, we may wonder, “Am I right?” or “How can I make myself understood?” Some of our relationships can be said to be the very definition of conflict! Lacking conflict resolution skills, and out of a sense of powerlessness in our circumstances, we become angry. In the book “Anger”, Gnani Purush (embodiment of Self knowledge) Dada Bhagwan offers the ultimate anger management techniques in the form of spiritual conflict resolution strategies. He gives numerous solutions for dealing both with our own anger, and the anger of others. In addition, Dadashri offers spiritual advice on how to handle difficult people, anger management tips, and relationship tips. "
|