Bari Pase By Rajendra Patel

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Bari Pase By Rajendra Patel | Essay in Gujarati | Gujarati Nibandho(બારી પાસે લેખક રાજેન્દ્ર પટેલ)ગુજરાતી નિબંધોના આ સંગ્રહમાં નિબંધકાર કહે છે, “‘બારી પાસે’ના આ નિબંધોએ ઘણી વાર સ્થળ અને કાળનિરપેક્ષ વિહાર કરાવ્યો છે. આ ‘બારી પાસે’ અવનવા અર્થો લાધ્યા, નવી અનુભૂતિઓએ આકાર લીધો.” આમ તો, નિબંધકાર પાસે જ નહીં, સૌ કોઈ પાસે, “અંદર-બહાર એકાકાર થયેલી બારી” હોય છે, જે એક ક્ષણે મનની ભીતર લઈ જઈ આત્મખોજ કરાવે છે તો એની એ જ ક્ષણે બહાર લઈ જઈને સૌંદર્યનો સાક્ષાત્કાર કરાવે છે. સૌને પોતપોતાની એક બારી હોય છે અને એ એમની પ્યારી હોય છે. કારણ, બારી, અંદર-બહાર બધું એકાકાર કરે છે. જાત સાથેની અને પ્રકૃતિ સાથેની એકરૂપતાના આ નિબંધો સૌંદર્ય, સાહિત્ય અને જીવનના સ્વાનુભવને રજૂ કરે છે. |