Beyond Fifty By Nandini Trivedi
Beyond Fifty By Nandini Trivedi | બેયોન્ડ ફિફ્ટી લેખક નંદિની ત્રિવેદી | Experience & enjoy your real life after the age of 50.પુસ્તક અનુવાદનું કામ આમ તો થકવી નાખનારું અને થોડું કંટાળાજનક હોય છે. પરંતુ લેખિકા જાહ્નવી પાલના આ પુસ્તક 'બિયોન્ડ ફિફ્ટી'નો ડ્રાફ્ટ એણે મને એક મિત્ર તરીકે જ વાંચવા આપ્યો હતો. એ વાંચતા જ મને થયું કે આ પુસ્તક ગુજરાતીમાં પણ હોવું જ જોઈએ. એકધારી બોરિંગ જિંદગી જીવતાં કે પચાસી વટાવ્યા પહેલાં જ ઘરડાં થઈ જતા, જિંદગીથી કંટાળી-હારી જનારા કે હતાશ થઈ જનારા લોકો માટે આ પુસ્તકનાં એકેએક પાત્રો એટલાં બધાં બધા પ્રેરણાદાયી છે કે મેં આ પુસ્તકનો અનુવાદ સ્વેચ્છાએ કરવાનું સ્વીકાર્યું. મને લાગ્યું કે હકારાત્મક અભિગમ ધરાવતી અને ઊર્જાસભર વ્યક્તિઓ વિશે ગુજરાતી વાચકો પણ જાણે અને એ હકારાત્મક અભિગમ પોતાના જીવનમાં ઉતારે તો એમની જિંદગી ગમે તેટલા અવરોધો આવે છતાં માણવાલાયક બની શકે છે. મને ખાતરી છે કે વાચકો માટે દરેક પ્રકરણ સાચા અર્થમાં પ્રોત્સાહક અને પ્રેરણાદાયી બની રહેશે. મારે માટે પણ આ લેખનયાત્રા, અનુસર્જન પ્રક્રિયા ઉત્સાહપ્રેરક બની રહી. The work of translating a book is thus tedious and a little tedious. But the draft of this book 'Beyond Fifty' by author Jahnavi Pal was given to me to read only as a friend. As soon as I read that, it occurred to me that this book must also be in Gujarati. For those who are living a monotonous boring life or are getting old before the age of eighty, bored or frustrated with life, the individual characters in this book are so inspiring that I volunteered to translate this book. I felt that Gujarati readers also know about positive and energetic people and if they adopt that positive attitude in their life, their life can be enjoyable in spite of all obstacles. I am sure that each chapter will be truly encouraging and inspiring for the readers. For me too, this writing journey, the follow-up process has been inspiring. |