Dhirubahen Patelna Nibandh Nibandho


Dhirubahen Patelna Nibandh Nibandho

Rs 450.00


Product Code: 18502
Author: Dhiruben Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 136
Binding: soft
ISBN: 9788194180609

Quantity

we ship worldwide including United States

Dhirubahen Patelna Nibandh Nibandho | ધીરુબેન પટેલના નિબંધ નિબંધો | Gujarati Nibandh Mala | Gujarati eassy by Dhiruben Patel

પ્રસ્તાવના

ક્યાંય પહોંચવાનું જરૂરી ન હોય છતાં મનની મોજે લટાર મારવા નીકળી પડીએ છીએ ત્યારે દરેક પળ કંઈક જુદી જ અનુભૂતિ કરાવતી હોય છે. રાજમાર્ગે ચાલતા હોઈએ ત્યાં કોઈ રમણીય કેડી પર નજર પડે ને પગ એ બાજુ વળી જાય તોયે કોઈ કાન પકડનાર નહીં! એવું યે બને કે દિશા પકડવામાં ભૂલ થઈ હતી એવી ખબર પડે; તોયે શો વાંધો? વળો પાછા! રાજમાર્ગ તો રાહ જુએ જ છે ને?

આ નિબંધોના જન્માક્ષર કાઢવા બેસીએ તો ઘણાં વરસોનો પ્રલંબ પટ દેખાય. કો નિબંધ ક્યારે લખાયો હતો તે યાદ આવે કે ન પણ આવે - પરંતુ એક વાત નક્કી, આ પુસ્તક અને આના જેવાં જ બીજા બે-ચાર પુસ્તકો ક્યારનાંયે તમારી પાસે આવી શક્યાં હોત પણ નથી આવ્યાં એ હકીકત છે. એમાં ગુનેગાર કોણ એની પંચાત શા માટે કરીએ”

આ નિબંધો લખતી વેળાએ જે મનની મોકળાશ અનુભવી હતી તે જાણે આખા અઠવાડિયાની દુનિયાદારી પછી મળેલી રવિવારની લહેર! બધા રવિવાર આનંદદાયક ન પણ નીવડે, તેથી શું થઈ ગયું? સાહિત્યિક રચનાઓના નિશ્ચિત ચોકઠામાંથી થોડો વખત છટકી જઈને જે ફાવે તે લખવાની અને જેને ગમે તેને વાંચવા દેવાની મઝા પણ કંઈ ઓર જ છે ને!

કોઈનોય આભાર નથી માનવો-માનવા બેસું તો આખી દુનિયાનો માનવો પડે!
- ધીરુબેન પટેલ 


There have been no reviews