The Art of War by Viral Vaishnav

The Art of War by Viral Vaishnav | Gujarati inspiration bookધ આર્ટ ઓફ વાર - લેખક : વિરલ વૈષ્ણવજીવનનાં કોઈપણ ક્ષેત્રમાં દુશ્મનને ધૂળ ચાટતા કરી જીત મેળવવાની ગુરુચાવી આપતું પુસ્તક. માનો કે ન માનો, જીવન એક સંગ્રામ છે. અભ્યાસ હોય, ધંધો હોય, નોકરી હોય કે પછી સંબંધો હોય; બધે એક યુદ્ધ ચાલતું હોય છે. સરહદ પરનાં યુદ્ધો તો બંદૂક અને બોંબથી લડાય છે, પણ જીવનનાં યુદ્ધો મન અને બુદ્ધિથી લડાય છે. અઢી હજાર વર્ષ પહેલાં લખાયેલું પ્રસ્તુત પુસ્તક જીવનનાં આવાં યુદ્ધો જીતવાની ગુરુચાવી આપે છે. દુશ્મનને કઈ રીતે ધૂળ ચાટતા કરી દેવા, તેનું સચોટ માર્ગદર્શન આપે છે. મિલિટરી, બિઝનેસ, પોલિટિક્સ સહિત જીવનના મોટાભાગના ક્ષેત્રના અનેક ટોચના નેતાઓએ આ પુસ્તકમાંથી માર્ગદર્શન મેળવી સફળતા મેળવી હોવાનું સ્વીકાર્યું છે. ગુજરાતીમાં રજૂ થયેલાં આ પુસ્તકની વિશેષતા એ છે કે, તેમાં રિઅલ વર્લ્ડનાં ઉદાહરણો થકી મૂળ સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે. |